મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારી જળમગ્ન, ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ; માત્ર 2 કલાકમાં 8-8 ઇંચથી જળબંબાકારની સ્થિતિ

રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી નવસારી, વલસાડ સ

તસવીર: gstv

રાજ્યમાં છેલ્લા 4-5 દિવસથી નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં અનરાધાર વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન થયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવની કામગીરી શરૂ છે. તેવામાં 23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે ગણદેવી અને ચીખલીમાં માત્ર 2 કલાકમાં 8-8 ઇંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

નવસારી જળમગ્ન, ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક તાલુકાઓમાં મેઘતાંડવ જેવા દ્રશ્યો સર્જાયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ, રાજ્યમાં સૌથી વધુ આફતરૂપી વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો. અવિરત વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું છે. આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે ત્યારે જ્યાં નજર કરીએ ત્યાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ, મેઘતાંડવથી નવસારીમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જેમાં ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ અને તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

23 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધીમાં નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર પંથકમાં પાણી પાણીની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, સુરતના ઉમરપાડા તાલુકામાં 15.28 ઇંચ, વલસાડના ઉમરગામ તાલુકામાં 13.78 ઇંચ અને નવસારીના ચીખલી તાલુકામાં 13.11 ઇંચ વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે.

વલસાડના પારડી તાલુકામાં 11.22 ઇંચ, નવસારીના ગણદેવી તાલુકામાં 10.83 ઇંચ, ભરૂચના નેત્રંગ તાલુકામાં 10.63 ઇંચ, ખેડાના મહેમદાવાદ તાલુકામાં 10.8 ઇંચ વરસાદ નોંધાયો છે. તો. મુસળધાર વરસાદના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે.

આ સમાચાર શેર કરો