મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીના કલાકાર નરેશભાઈ આહીરે સાયકલ દ્વારા ૧૭૦૦ કિમીની સૌરાષ્ટ્ર યાત્રા પૂર્ણ કરી

નવસારીના એંધલ ગામના લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહીરે ૧૭૦૦ કિમ

તસવીર: gstv

નવસારીના એંધલ ગામના લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહીરે ૧૭૦૦ કિમીનો સાયકલ પ્રવાસ કરી સૌરાષ્ટ્રના તીર્થધામોની યાત્રા કરી છે. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વને ધ્યાનમાં રાખીને તેમણે આ યાત્રા દેશભક્તિના સંદેશ સાથે જોડી છે. તેઓ વીરપુર, સાળંગપુર અને દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત લઈ દેશવાસીઓમાં એકતા અને સદભાવના ફેલાવી રહ્યા છે. વીરપુર પહોંચી તેમણે જલારામ બાપાના ચરણે વંદન કરી દેશની સુખાકારી અને સરહદ પર રક્ષા કરતા વીર જવાનોની સલામતી માટે પ્રાર્થના કરી હતી. તેમની આ પ્રેરણાદાયી સાયકલ યાત્રા શ્રદ્ધા સાથે રાષ્ટ્રપ્રેમની અનોખી ભાવના ઉજાગર કરે છે.

આ સમાચાર શેર કરો