VIDEO: અમદાવાદ / બાપુનગરમાં સાયબર માફિયાઓનું મ્યુલ બેંક એકાઉન્ટ નેટવર્ક ઝડપાયું, 1ની ધરપકડ!
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સાયબર માફિયાઓને કમિશન પર બેંક ખાતા ભાડે આ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સાયબર માફિયાઓને કમિશન પર બેંક ખાતા ભાડે આપતા એક મોટા મ્યુલ બેંક એકાઉન્ટ નેટવર્કનો પર્દાફાશ થયો છે. બાપુનગર પોલીસે આ સમગ્ર રેકેટના સાગરીત ક્રિશ્ના મધુકર પેન્ટાની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર વરુણ વર્મા હાલ ફરાર છે. આ ઠગો ગરીબ કે ભોળા લોકોને 'તમારા ખાતામાં સાયબર ઠગાઈના રૂપિયા નહીં આવે' તેવો ખોટો વિશ્વાસ આપી લાલચ આપતા હતા. જેમાં ખાતું આપનારને રૂપિયા 7,000 અને ગ્રાહક લાવનારને રૂપિયા 3,000 કમિશન ચૂકવાતું હતું. પકડાયેલા આરોપીએ ૮ લોકોના ખાતા ખોલાવી તેની બેંક કીટ અને સીમકાર્ડ મુખ્ય આરોપીને સોંપી દીધા હતા. છેલ્લા ૪ વર્ષથી ચાલતા આ કરોડોના કૌભાંડ અંગે ગુનો નોંધી પોલીસે તપાસ તેજ કરી છે.




