મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઇડરની શાળામાં મધ્યાહન ભોજન જમ્યા બાદ 45થી વધુ બાળકોની તબિયત લથડી, તમામ સારવાર હેઠળ

સાબરકાંઠા જિલ્લાના ઇડરના હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની

તસવીર: gstv

સાબરકાંઠા જિલ્લાના ઇડરના હસનપુરા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનની અડદની દાળ જમ્યા બાદ અચાનક જ શાળાના ભૂલકાઓની તબિયત લથડવા લાગી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલા 45 કરતાં વધુ બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ઇડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

આ ગંભીર ઘટનાએ મધ્યાહન ભોજન વિભાગ અને પૌષ્ટિક આહાર પૂરો પાડતી વહીવટી પ્રણાલીની મોટી બેદરકારીને ઉજાગર કરી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં પુરવઠા વિભાગ અને મધ્યાહન ભોજન સંચાલકોની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ સાથે તંત્ર દોડતું થઈ ગયું છે.

આ સમાચાર શેર કરો