મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરની સિવિલ હોસ્પિટલ કામ કરતા મજૂરોના મોબાઈલ ચોરાયા

ભાવનગર ની સરકારી સરટી હોસ્પિટલ પરિસરમાં તબીબો અને દર્દીઓની સુરક્ષા માટે દર મહિને લાખો રૂપિ

તસવીર: gstv

ભાવનગર ની સરકારી સરટી હોસ્પિટલ પરિસરમાં તબીબો અને દર્દીઓની સુરક્ષા માટે દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરીને સિક્યુરિટી સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે  જ્યાં હોસ્પિટલમાં ડિમોલિશનનું કામ કરી રહેલા શ્રમિકો રાત્રે સૂતા હતા ત્યારે મોડી રાત્રે ૩ વાગ્યા પછી અજાણ્યા તસ્કરો ત્રાટકીને ૭થી ૮ શ્રમિકોના આશરે ૧.૫ લાખની કિંમતના મોબાઈલ ફોન ચોરીને ફરાર થઈ ગયા હતા. હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં બનેલી આ ઘટનાથી સુરક્ષા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ છે અને પીડિત મજૂરોએ આ અંગે પોલીસ ચોકીમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો