મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પક્ષપલટો કરનારા છ સાંસદોનું સભ્યપદ રદ થશે, તેઓ ક્યાંયના નહીં રહે: સંજય રાઉતનો મોટો દાવો

શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે પક્ષપલટો કરનારા સાંસદો આડે

તસવીર: gstv

શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે પક્ષપલટો કરનારા સાંસદો આડે હાથ લેતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે બળવો કરીને ગયેલા છ નેતાઓ માટે રાજકીય રીતે ટકી રહેવું સરળ નહીં હોય અને તેમનું સંસદ સભ્યપદ રદ થવાનું નક્કી છે.

સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "અમે હાલમાં આ બાબતે કાનૂની લડાઈ લડી રહ્યા છીએ. પક્ષ છોડીને ગયેલા એ છ સભ્યો માટે રાજકીય રીતે બચવું આસાન નહીં હોય. તેમનું સભ્યપદ રદ થવાનું જ છે. મારા શબ્દો લખી રાખજો, તેઓ ક્યાંયના નહીં રહે."

બંધારણની 10મી અનુસૂચિનો આપ્યો હવાલો
લોકસભા સ્પીકરને લખવામાં આવેલા પત્ર અંગે વાંધો ઉઠાવતા રાઉતે કહ્યું કે, "અમે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મૂળ પક્ષ સત્તાવાર રીતે વિલય (Merge) કરવાનો ઔપચારિક નિર્ણય ન લે, ત્યાં સુધી આ છ વ્યક્તિઓને લોકસભા સ્પીકરને પત્ર લખીને વિલયની જાહેરાત કરવાનો કોઈ અધિકાર નથી. કાયદામાં આવી કોઈ જોગવાઈ જ નથી; ભારતીય બંધારણની દસમી અનુસૂચિ (Tenth Schedule) પણ આવા કોઈ દૃશ્ય કે સ્થિતિ અંગે કોઈ માર્ગદર્શન આપતી નથી."

આ સમાચાર શેર કરો