Dahod: કાચું મકાન ધરાશાયી થતા વ્યક્તિને લાગ્યો આઘાત, હાર્ટ એટેકથી થયુ મોત
દાહોદ જિલ્લામાં કાચું મકાન ધરાશાયી થતા વ્યક્તિને આઘાત લાગ્યો અને તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુ
દાહોદ જિલ્લામાં કાચું મકાન ધરાશાયી થતા વ્યક્તિને આઘાત લાગ્યો અને તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર રેલવેના નિવૃત્ત કર્મચારી ચુનીલાલ વીરસિંહનું નવાગામ ખાતે કાચું મકાન ધરાશાયી થઈ ગયું હતુ. મકાન ધરાશાયી થતા 3 ભેંસનું મોત થયું, સાથે જ 6 લાખ ઉપરાંતનું નુકસાન થતાં તેને આઘાત લાગ્યો હતો, જેથી ચુનીલાલ વીરસિંહને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યા હતાં. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં દુ:ખનો માહોલ છે.




