Dwarkaના ખંભાળિયામાં આખલાએ બાઈકને અડફેટે લેતા યુવક યુવતી પટકાયા, જુઓ CCTV
DevBhoomi Dwarka News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી રખડતાં પશુનો આતંક સામે આવે છે. ઘણી વખત રસ્તા પર રખડતાં
DevBhoomi Dwarka News: ગુજરાતમાં ઠેક ઠેકાણેથી રખડતાં પશુનો આતંક સામે આવે છે. ઘણી વખત રસ્તા પર રખડતાં ઢોરને કારણે ગંભીર અકસ્માત પણ સર્જાય છે અને કોઈને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. એવામાં ખંભાળિયામાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ખંભાળિયામાં રસ્તે રજડતા પશુએ બાઈકને અડફેટે લીધું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પર રખડતા પશુના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આખલાએ બાઈકને અડફેટે લેતા બાઈક પર સવાર યુવક અને યુવતી જમીન પર પટકાયા હતા. ખંભાળિયા શહેરમાં રખડતા પશુઓના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. અવાર નવાર રસ્તે રઝળતા આખલાઓનો આંતક અવાર નવાર સામે આવે છે તેમ છતાં પણ તંત્ર નિંદ્રાધીન જોવા મળે છે.




