VIDEO: સુરેન્દ્રનગરના પ્રખ્યાત તરણેતર મેળામાં મોટી દુર્ઘટના: મોતના કૂવાનો ભાગ તૂટી પડતાં ૧૦થી વધુ બાળકો અને યાત્રિકો ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગરના ભાતીગ

સુરેન્દ્રનગરના ભાતીગળ તરણેતર મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જ્યાં અચાનક મોતના કૂવાનો ભાગ તૂટી પડવાથી ૧૦થી વધુ બાળકો અને યાત્રિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે…. આ ઘટનાને પગલે મેળામાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા નિયમોનું પૂરતું પાલન કર્યા વિના અને સુરક્ષાના માપદંડોને નેવે મૂકીને મેળો શરૂ કરવા પરમિશન અપાઈ હોવાના ગંભીર સવાલ ઉઠ્યા છે.... મેળાની મંજૂરી માટે રજૂ કરાયેલા સ્ટ્રક્ચર રિપોર્ટ અને દસ્તાવેજ સામે પણ વિવાદ સર્જાયો છે, જોકે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પોતાના બચાવમાં લાગી ગયા છે.




