Video: સાયલામાં પાક નુકશાની સામે ખેડૂતોને વળતર ચૂકવવા બુલંદ માંગ, મામલતદારને આવેદન
સાયલા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદા
સાયલા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ બાબતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક વર્ષ 2024 ના પાક નુક્સાનની સહાય ચૂકવવા માંગ કરાઈ છે.
સરકારની નીતિઓના કારણે ખેડૂતોને મુશ્કેલી
તાલુકા કોંગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ 30 વર્ષથી ભાજપ સરકારની નીતિઓના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત રાજ્યના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય અને કફોડી બની છે. પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળી રહ્યા નથી, જેના કારણે તેઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે. ખેત વપરાશની વસ્તુઓ પર કર મુક્તિ, msp નો કાયદો, નકલી બિયારણ અને ખાતર પર કાર્યવાહી, જમીન માપણીમાં થયેલી ગેરરીતિ, સહિતના પ્રશ્નો પર કોંગ્રેસ સમિતિ દ્વારા લેખિત રજૂઆત કરાઈ છે. મોટી સંખ્યામાં સાયલા તાલુકાના કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ હોદ્દેદારો સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.




