મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભાવનગરના સીદસર ગામે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે સ્થાનિકોનો ચક્કાજામ, નગરસેવકે બાંહેધરી આપતા આંદોલન સમેટાયું

ભાવનગરના સીદસર ગામે સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી સાથે સ્થાનિકોએ રોડ પ

ભાવનગરના સીદસર ગામે સ્પીડ બ્રેકર બનાવવાની માંગણી સાથે સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કરતાં સ્થાનિક નગર સેવકને જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની માંગણી સંતોષવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.

શાળા અને મંદિરો આવેલા હોવાથી અક્સ્માતનો ભય

ભાવનગરના સીદસર ગામે સ્પીડ બ્રેકરની માંગણી સાથે સ્થાનિકોએ રોડ પર ચક્કાજામ કર્યો હતો. વરતેજ તરફ જતા માર્ગ પર ભારે અને અન્ય વાહનોની અતિશય ઝડપને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ વિસ્તારમાં મંદિરો અને શાળાઓ આવેલી હોવાથી અકસ્માતનો ભય રહે છે. આથી, સ્પીડ બ્રેકર મૂકવાની માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રોડ પર વાહનો આડા મૂકીને લગભગ એક કલાક સુધી ચક્કાજામ કર્યો હતો. સ્થાનિક નગર સેવકને જાણ થતાં તેઓ તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને લોકોની માંગણી સંતોષવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું.

આ સમાચાર શેર કરો