Video: વડોદરામાં સ્થાનિકોએ કરી વરસાદી પાણી ઉલેચવાની કામગીરી, મનપા સામે ભભૂકેલો રોષ
વડોદરામાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા રેસકોર્સ પસાભાઇ પા
વડોદરામાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા રેસકોર્સ પસાભાઇ પાર્કમાં પાણી ભરાતા સ્થાનિકોમાં મનપા વિરુદ્ધ રોષની લાગણી પ્રવર્તી છે. ગત રાત્રીથી પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા આખરે સ્થાનિકો દ્વારા પંપો મૂકી પાણી ઉલેચવાની કામગીરી હાથ ધરાઈ છે, જે બાદ તંત્ર દોડતું થયું છે.




