મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અટલજીની પુણ્યતિથિએ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

તસવીર: gstv

દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીન, દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક નેતાઓ સદૈવ અટલ સ્મારક પહોંચ્યા હતા. નેતાઓએ અટલજીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને યાદ કર્યા હતા. આ પ્રસંગે નેતાઓએ દેશના વિકાસ અને રાજકારણમાં અટલ બિહારી વાજપેયીના યોગદાનને યાદ કર્યું હતું. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પણ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી. સદૈવ અટલ ખાતે વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક નેતાઓએ તેમના આદર્શો અને દેશસેવાના માર્ગને યાદ કર્યો હતો.

આ સમાચાર શેર કરો