Morbi: હળવદ લીમડાવાળા દશામાના લોક મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
મોરબી જિલ્લાના હળવદમાં દશામાનો લોકમેળો ભરાયો હતો. હળવદમાં લીમડાવાળા દશામાના લોકમેળામાં માનવ મહેરા
મોરબી જિલ્લાના હળવદમાં દશામાનો લોકમેળો ભરાયો હતો. હળવદમાં લીમડાવાળા દશામાના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું, જેને લઈને વેપારીઓમાં પણ આનંદ હતો. નોંધનીય છે કે હળવદમાં લીમડાવાળા દશામાનું મંદિર આસ્થાનું પ્રતિક છે. અને દશામાના વ્રત ના છેલ્લા દિવસે જાગરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. હળવદમાં દશામાંના વ્રતની હષોઉલ્લાસ સાથે પુર્ણાહુતી થઈ હતી અને છેલ્લા દિવસે ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. અહીં દશામાના વર્ષોથી યોજાતા પરંપરાગત લોકમેળામાં ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ત્યારે 10 દિવસ દરમિયાન કોઈ બનાવ ન બને તે માટે હળવદ પીઆઈ તથા પોલીસ સ્ટાફ અને સ્થાનિક પ્રશાસન તંત્ર ખડેપગે હતા.



