VIDEO: સુરતના ઉધના રેલવે વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમા પાણી, જનજીવન પ્રભાવિત
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ઉધના રેલવે સ્ટેશ

સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઓફિસ કે ધંધાર્થે જતા લોકોને ભારે હાલાકી ભોગવીને પણ એક છેડેથી બીજા છેડે જવા માટે આ દૂષિત પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે. દર ચોમાસે આ જર્જરિત સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન વારંવાર સર્જાતી આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે પાલિકા તંત્ર દ્વારા આ ગરનાળાનો કોઈ કાયમી અને નક્કર ઉકેલ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.



