VIDEO: કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું લોકાર્પણ કરાયું
ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી . કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્

ઉત્તર પ્રદેશના ઉન્નાવ ખાતે વિકાસના એક નવા અધ્યાયની શરૂઆત થઈ હતી . કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગરિમામય ઉપસ્થિતિમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેનું સત્તાવાર રીતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત એક્સપ્રેસવેના કારણે કાનપુર અને લખનૌ વચ્ચેનું અંતર ઘટશે અને વાહનચાલકોના સમય તેમજ ઇંધણની મોટી બચત થશે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મંચ પરથી નેતાઓએ આ પ્રોજેક્ટને ઉત્તર પ્રદેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ગેમ-ચેન્જર ગણાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.




