VIDEO: આજે ભાજપનું ઝારખંડ બંધનું એલાન.. રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં આપ્યું બંધનું એલાન
આજે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપ

આજે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં ભાજપે ઝારખંડ બંધનું એલાન આપ્યું છે. રાંચીમાં JPSC-JSSC પરીક્ષા વિવાદને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન 17મા દિવસે પણ યથાવત છે. સોમવારે વિધાનસભા ઘેરાવ દરમિયાન પોલીસના લાઠીચાર્જ બાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને હવે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ભાજપે સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવી ઝારખંડ બંધનું એલાન કર્યુ છે. બીજી તરફમુખ્યમંત્રી હેમંત સોરેને વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી અને તેમની માંગણીઓ પર ગંભીરતાથી કામ કરવાનો વિશ્વાસ આપ્યો છે. આ દરમિયાન JPSCના પૂર્વ ચેરમેન એલ. ખિયાંગ્તેની CID દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સરકાર ત્રણ પરીક્ષાઓ રદ કરી ચૂકી છે અને ED તપાસ માટે સહમતિ આપી છે, પરંતુ વિદ્યાર્થીઓ હજુ CBI તપાસની માંગ પર અડગ છે.




