મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કોપ્પલમાં જેડીએસ કાર્યકર્તાઓનો વિરોધ પ્રદર્શન

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં વરસાદની અછત અને ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને જનતા દ

તસવીર: gstv

કર્ણાટકના કોપ્પલ જિલ્લામાં વરસાદની અછત અને ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેને લઈને જનતા દળ એટલે કે જેડીએસના કાર્યકર્તાઓએ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર પાસે તાત્કાલિક અસરથી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની જોરદાર માંગ કરી હતી જેથી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર અને રાહત પેકેજ મળી શકે. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે સમયસર દુષ્કાળ જાહેર નહીં થાય તો ખેડૂતોનું અસ્તિત્વ જોખમાઈ જશે અને આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ સમાચાર શેર કરો