VIDEO: માંગરોળમાં ગૌચર જમીનમાં ગેરકાયદે પથ્થરની ખાણ ધમધમતી હોવાનો આક્ષેપ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ, ખોડાદા, દિવાસા સાગાવાડા, આંત્રોલી, ક

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ, ખોડાદા, દિવાસા સાગાવાડા, આંત્રોલી, કુકસવાડા સહિત અનેક ગામોમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના આક્ષેપો સાથે અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક તપાસ અને કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી..ખાસ કરીને શીલ ગામે ખોડિયાર માતાજીના મંદિરની આગળ આવેલી સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ ચાલી રહી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જો ખરેખર ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોય તો તપાસ ક્યારે થશે? જવાબદારો સામે ક્યારે કાર્યવાહી થશે? કે પછી ફરિયાદો માત્ર કાગળ પર જ રહી જશે?. જેમાં સૌથી મોટો સવાલ એ છે કે, આ ખાણોમાં વીજ જોડાણ ક્યાંથી આવ્યું? સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરકાયદેસર ખનન સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.




