VIDEO: રાજકોટમાં ફૂડ વિભાગની 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં તપાસ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદક

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગે શહેરની કુલ 121 રેસ્ટોરન્ટ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન 55 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો. ઉપરાંત 180 કિલો પસ્તીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ અને સ્વચ્છતા સંબંધિત ખામીઓ સામે કુલ 35 પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ નિયમોના ભંગ બદલ કુલ રૂપિયા 44 હજાર 500નો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. મનપાએ ખાદ્ય વ્યવસાયકારોને નિયમોનું પાલન કરવા ચેતવણી આપી છે.




