મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: કારગિલમાં સ્વતંત્રતા દિવસ રિહર્સલ

લદ્દાખના કારગિલમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ

તસવીર: gstv

લદ્દાખના કારગિલમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે ફુલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ રિહર્સલમાં એડિશનલ ડેપ્યુટી કમિશનર કારગિલ શબિર હુસૈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. કાર્યક્રમમાં પોલીસ દળની ટુકડીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોએ ભવ્ય માર્ચ-પાસ્ટ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા અને રાષ્ટ્રગૌરવની લાગણી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસની મુખ્ય ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને અન્ય તૈયારીઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કારગિલમાં યોજાયેલી ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર શેર કરો