VIDEO : આ રાજ્યમાં બેથી વધુ બાળકો પેદા કરવા પર મળશે 25 હજાર રૂપિયા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત
ભારત વિશ્વમાં ભલે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોઈ શકે છે, પરંતુ ઘણા દક્ષિણ ભા
ભારત વિશ્વમાં ભલે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોઈ શકે છે, પરંતુ ઘણા દક્ષિણ ભારતીય રાજ્યોમાં જન્મ દર ખૂબ જ ઓછો છે. સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. આંધ્ર પ્રદેશમાં બીજા અને ત્રીજા બાળકના જન્મ માટે રૂપિયા 25,000ની નાણાકીય સહાય પૂરી પાડશે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે, જો કોઈ પરિવારમાં બીજું કે ત્રીજું બાળક હોય, તો સરકાર ડિલિવરી સમયે રૂપિયા 25,000 આપશે. તેમણે જણાવ્યું હતું કે આ યોજના જન્મ દર વધારવામાં એક મોટો ફેરફાર લાવશે.
ગુરુવારે આંધ્ર પ્રદેશ વિધાનસભામાં બોલતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ રાજ્યની પ્રસ્તાવિત વસ્તી વ્યવસ્થાપન નીતિ રજૂ કરતા જણાવ્યું કે, હાલમાં આશરે 58% પરિવારોમાં ફક્ત એક જ બાળક છે, આશરે 2.17 લાખ પરિવારોમાં બે બાળકો છે અને આશરે 62 લાખ પરિવારોમાં ત્રણ કે તેથી વધુ બાળકો છે. તેમણે એ પણ નિર્દેશ કર્યો કે, આશરે 3,00,000 પરિવારોમાં બેને બદલે ફક્ત એક જ બાળક છે, જ્યારે અન્ય 3,00,000 પરિવારોમાં બેથી વધુ બાળકો છે.
આંધ્રપ્રદેશમાં 1.5 ટકા પ્રજનન દર
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનો કુલ પ્રજનન દર હાલમાં 1.5 છે, જ્યારે વસ્તી વિષયક સંતુલન જાળવવા માટે આદર્શ સ્તર 2.1 હોવો જોઈએ. જેમ જેમ ઈકોનોમી વધી રહી છે તેમ તેમ જન્મ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે કાર્યબળની અછત અને લાંબા ગાળાના આર્થિક પડકારો ઉભા થઈ શકે છે.
બાળજન્મ માટે નાણાકીય સહાય
સંભવિત વસ્તી ઘટાડાને પહોંચી વળવા સરકાર બાળજન્મ માટે નાણાકીય પ્રોત્સાહનો આપવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. આ યોજના હેઠળ, જે માતાપિતાને બીજા કે તેથી વધુ બાળકો હશે તેમને ડિલિવરી સમયે રૂપિયા 25000 મળશે. નાયડુએ આ પગલાને વસ્તી વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે એક મુખ્ય નીતિગત હસ્તક્ષેપ તરીકે વર્ણવ્યો છે.






