મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતમાં પૂરગ્રસ્ત મહિલાઓના કલેકટર કચેરી ધામા, કેશડોલ સહાય ન મળતા ભભૂકેલો રોષ

સુરતમાં વરસાદથી આવેલા પૂરના અસરગ્રસ્ત અનેક રહ

તસવીર: gstv

સુરતમાં વરસાદથી આવેલા પૂરના અસરગ્રસ્ત અનેક રહીશો સરકારની સહાયથી આજે પણ વંચિત છે. ડીંડોલી અને ગોડાદરા વિસ્તારમાં 15થી વધુ સોસાયટીઓમાં સહાય ન ચૂકવાતા 50થી વધુ મહિલાઓ કલેકટર કચેરી ખાતે ધરણા પર ઉતરી છે. કલેકટર વિભાગથી લઈ સ્થાનિક મનપા તંત્રને રજૂઆત કરાઈ હોવા છતાં પૂરગ્રસ્તોને આશ્વાસન સિવાય કશું મળ્યું નથી.

સુરત કલેકટર કચેરી ખાતે ધરણા

સુરતમાં ખાડી પૂરને લીધે ઘરમાં પાણી ભરાઈ જતા અનેક સોસાયટીઓમાં મોટું નુકસાન થયું હતું. જે બાદ તંત્રે પૂર પીડિતોને કેશડોલ આપવાની જાહેરાત કરી હતી, પણ ડીંડોલી અને ગોડાદરા વિસ્તારની અનેક સોસાયટીઓના પૂરગ્રસ્તોને હજી સુધી આ સહાય અપાઈ નથી. જેથી સોસાયટીઓની મહિલાઓ મોટી સંખ્યામાં સુરત કલેકટર કચેરી આવી પહોંચી અને સહાયની ઉગ્ર માંગણી કરી હતી.

અધિકારીઓ માત્ર ધક્કા ખવડાવે છે

મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ સહાય આપવાને બદલે માત્ર ધક્કા ખવડાવે છે. ત્રણ ત્રણ દિવસ પાણીમાં રહેવા મજબૂર થયા છતાં પણ તેમની સહાય આપવામાં આવી નથી. ગોડાદરા અને ડીંડોલીની રણછોડ નગર, વૃંદાવન, દેવીદર્શન, સાંઈ ધામ ,પ્રિયંકા 1 ,પ્રિયંકા 2 સહિતની ૧૫થી વધુ સોસાયટીઓ સહાયથી વંચિત રહેતા મહિલાઓએ વિરોધ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો