મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: જીંદમાં પીએમ મોદીના હસ્તે રૂ. ૧૪,૭૦૦ કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદમાં આવેલા એકલવ્ય સ્ટેડિયમ ખાતેથી અંદાજે રૂ. ૧૪,૭૦૦ કરોડના વિવિ

તસવીર: gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદમાં આવેલા એકલવ્ય સ્ટેડિયમ ખાતેથી અંદાજે રૂ. ૧૪,૭૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યો અને પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું છે. આ સાથે પીએમ મોદીએ જીંદ રેલવે સ્ટેશનથી દેશની પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત હાઇડ્રોજન ટ્રેનને પણ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.  સામે આવેલા ભવ્ય દ્રશ્યોમાં એકલવ્ય સ્ટેડિયમ ખાતે જનમેદની ઉમટી પડી છે. પીએમ મોદીએ અહીં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ, મેડિકલ કોલેજો અને કુરુક્ષેત્રમાં શીખ મ્યુઝિયમનો શિલાન્યાસ કર્યો છે. આ ઐતિહાસિક લોકાર્પણ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સ્ટેડિયમ અને રેલવે સ્ટેશન પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમાચાર શેર કરો