VIDEO: ગોંડલ APMCમાં જણસીઓની વિપુલ આવક સાથે તેજીનો માહોલ, પ્રતિ મણમાં ભાવ વધારો થતાં ખેડૂતો ખુશ
માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની વિપુલ આવક સાથે તેજીનો માહોલ જોવા મળ
માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જણસીઓની વિપુલ આવક સાથે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાણાની સવા લાખ અને ઘઉંની એક લાખ ગુણીની આવક સાથે ચણા, લસણ અને ડુંગળીની પણ નોંધપાત્ર આવક થઈ છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાના જણાવ્યા મુજબ, રજાઓ બાદ ભાવમાં પ્રતિ મણ 200 થી 500 રૂપિયાનો વધારો થતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.



