મુખ્ય સામગ્રી પર જાઓ
મનોરંજન

VIDEO: ગૌરવ ગુપ્તાના ફેશન શોમાં માનુષી છિલ્લરે મચાવી ધમાલ, ડ્રેસ જોઈને ફેન્સના હોશ ઊડી ગયા!

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી માનુષી છ

તસવીર: gstv

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી માનુષી છિલ્લર તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ખાસ ફેશન ઈવેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાણીતા ફેશન ડિઝાઈનર ગૌરવ ગુપ્તાના નવા કૌતુર કલેક્શનના અનાવરણ પ્રસંગે માનુષીએ હાજરી આપી હતી.

આ ઈવેન્ટ દરમિયાન માનુષી છિલ્લર ગૌરવ ગુપ્તાના સિગ્નેચર આઉટફિટમાં ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી. ત્યાં હાજર ફોટોગ્રાફર્સે તેના આ શાનદાર લુકને કેમેરામાં કેદ કર્યો હતો. ફેશન શોના લોન્ચિંગ સમયે માનુષીએ અલગ-અલગ પોઝ આપીને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું.

ગૌરવ ગુપ્તા તેમના યુનિક અને પ્રોગ્રેસિવ ડિઝાઈનિંગ માટે જાણીતા છે, અને તેમના આ નવા કલેક્શનના લોન્ચિંગમાં બોલિવૂડ અને ફેશન જગતની અનેક હસ્તીઓએ હાજરી આપી હતી, જેમાં માનુષીનો લુક સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો