VIDEO: ગુજરાતને ગૌરવ: બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી માટે મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’
નવી દિલ્હી ખાતે આયોજિત ‘17મા એ

નવી દિલ્હી ખાતે આયોજિત ‘17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-2026’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના વરદહસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું હતું.
નવી દિલ્હી ખાતે આયોજિત 17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના હસ્તે પ્રતિષ્ઠિત ‘એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026’ એનાયત કરાયો છે. ગુજરાત સરકાર વતી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સન્માન સ્વીકાર્યું હતું. ગુજરાતને અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના કૃષિક્ષેત્રે કરેલી નવતર પહેલોના પરિણામે વર્ષ 2009, 2014, 2018માં “શ્રેષ્ઠ કૃષિ રાજ્ય” તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. વર્ષ 2008માં મહાન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ. સ્વામીનાથનના પરામર્શથી પ્રતિષ્ઠિત “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ” શરૂ થયો હતો.
નવી દિલ્હી ખાતે આયોજિત ‘17મા એગ્રીકલ્ચર લીડરશીપ કોન્ક્લેવ-2026’ અંતર્ગત યોજાયેલ પ્રતિષ્ઠિત પુરસ્કાર સમારોહમાં ગુજરાતને બાગાયત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય સ્તરના “એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ-2026”થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ તથા રાજસ્થાનના રાજ્યપાલ હરિભાઉ કિસનરાવ બગડેના વરદહસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
કૃષિ ક્ષેત્રે ગુજરાતનું મોડલ દેશમાં અગ્રેસર
ગુજરાતે કૃષિ ક્ષેત્રે ટકાઉ વિકાસ, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, અને ખેડૂતોની આવક વધારવા માટે લીધેલા નીતિવિષયક નિર્ણયોને કારણે આ રાષ્ટ્રીય સ્તરનું બહુમાન મળ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી (Natural Farming), સૂક્ષ્મ પિયત પદ્ધતિ (Micro Irrigation) અને કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે કરવામાં આવેલા ભગીરથ પ્રયાસોની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે.
ખેડૂતો અને વૈજ્ઞાનિક અભિગમને સફળતા
આ એવોર્ડ રાજ્યના લાખો પરિશ્રમી ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને સરકારની નીતિઓના સફળ સમન્વયનું પરિણામ છે. ખાસ કરીને ગુજરાતમાં ડ્રોન ટેકનોલોજીનો કૃષિમાં ઉપયોગ, ડિજિટલ એગ્રીકલ્ચર અને જળ સંચયના ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ કામગીરીએ દેશના અન્ય રાજ્યો માટે એક નવો રાહ ચીંધ્યો છે.
નવી દિલ્હીમાં આયોજિત આ ભવ્ય સમારોહમાં દેશભરના કૃષિ નિષ્ણાતો, નીતિ ઘડવૈયાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાતને આ ગૌરવપૂર્ણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જે રાજ્યની કૃષિ ક્રાંતિને વધુ એક નવી ઊંચાઈ પર લઈ જાય છે.







