VIDEO: અમદાવાદમાં કસ્ટમ વિભાગે 65.69 લાખનું સોનું જપ્ત કર્યું
અમદાવાદ કસ્ટમ્સે મોટી કાર્યવાહી હાથ ધરીને ૬૫ લાખ 69 હજારથી વધુ કિંમતનું સોનું જપ્ત કર્યું

અમદાવાદ કસ્ટમ્સે મોટી કાર્યવાહી હાથ ધરીને ૬૫ લાખ 69 હજારથી વધુ કિંમતનું સોનું જપ્ત કર્યું છે. કતાર એરવેઝની ફ્લાઇટથી અમદાવાદ આવેલા ૨૪ વર્ષીય મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મુસાફર જેદ્દાહથી દોહા થઈને અમદાવાદ પહોંચ્યો હતો. તેના શરીરમાં પેસ્ટના સ્વરૂપે સોનું છુપાવ્યું હતું. તપાસ દરમિયાન ૪૬૭ ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી. આ પેસ્ટમાંથી ૪૨૨ ગ્રામની ૨૪ કેરેટ સોનાની લગડીઓ બનાવવામાં આવી છે. સોનાની બજાર કિંમત ૬૫ લાખ 69 હજાર રૂપિયાથી વધુની છે. કસ્ટમ્સ વિભાગે આ સોનું જપ્ત કરીને ગોધરાના મુસાફરની ધરપકડ કરી છે.




