મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ

અમદાવાદમાં આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. ર

તસવીર: gstv

અમદાવાદમાં આશ્રમશાળાઓના રિસ્ટ્રક્ચરિંગ મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે આશ્રમશાળાઓને શિક્ષણ વિભાગ હેઠળ લાવી વૈધાનિક નિયમો મુજબ નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે અને અંતિમ નિર્ણયની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આશ્રમશાળાઓમાં મકાનો, શિક્ષકો અને માળખાકીય સુવિધાઓ વધારવામાં આવશે તથા કોઈ શિક્ષકને દૂર કરવામાં નહીં આવે. રાજ્યની 728 આશ્રમશાળાઓમાંથી 457 આદિજાતિ, 167 સામાજિક ન્યાય અને અધિકારિતા તથા 85 અનુસૂચિત જનજાતિ વિભાગ હેઠળ છે. આદિવાસી વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ મુદ્દે અભ્યાસ કરી અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો છે અને આગામી સુનાવણી 3 સપ્ટેમ્બરે યોજાશે.

આ સમાચાર શેર કરો