મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં ખાંડની અછતની સસ્તા અનાજની દુકાનોમાં અસર

રાજકોટમાં ખાંડની અછતની અસર હવે સસ્તા અનાજની દુકાનોમાં પણ જોવા મળી રહી છે. સસ્તા અનાજના દુકાનદા

તસવીર: gstv

રાજકોટમાં ખાંડની અછતની અસર હવે સસ્તા અનાજની દુકાનોમાં પણ જોવા મળી રહી છે. સસ્તા અનાજના દુકાનદારો માટે ખાંડનું રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવતા આગામી સપ્ટેમ્બર મહિનામાં અનેક ગરીબ પરિવારોને ખાંડ મળવી મુશ્કેલ બનવાની શક્યતા છે. અંત્યોદય અને બીપીએલ કાર્ડધારકોને સરકાર દ્વારા ખાંડનો જથ્થો આપવામાં આવે છે. દુકાનદાર એસોસિએશનનો દાવો છે કે અંદાજે 35 ટકા દુકાનદારોને સપ્ટેમ્બર માસમાં ખાંડનો જથ્થો નહીં મળે. રાજકોટ શહેરમાં 175 અને જિલ્લામાં આશરે 700 સસ્તા અનાજની દુકાનો કાર્યરત છે. દુકાનદારોએ પુરવઠા વિભાગને રજૂઆત કરી બાકી રહેલા દુકાનદારોનું રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો