Video: સાબરકાંઠામાં અતિવૃષ્ટિથી 70 હજાર હેક્ટરમાં પાકનો સોથ વળી ગયો, ખેડૂતોને મોટું નુકશાન
સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે. ખાસ કરીને ખેતીમાં મો
સાબરકાંઠા જિલ્લામાં આ વખતે થયેલા વરસાદે ભારે ખાના ખરાબી સર્જી છે. ખાસ કરીને ખેતીમાં મોટું નુકસાન થયું છે. નદીઓ બે કાંઠે થતા કેટલીક જગ્યાએ ખેતરો ધોવાયા છે, તો કેટલી જગ્યાએ ઉભો પાક પાણીમાં તણાઈ ગયો છે.
ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ
સાબરકાંઠા જિલ્લામાં એક મહિનામાં થયેલા વરસાદથી જિલ્લામાં થયેલ 70,000 હેક્ટરનો પાકનો સોથ વળી ગયો છે. ખેતરો પાણીમાં ધોવાઇ ગયા છે અને મગફળી સહિતના પાકની ઉપર એક એક ફુટ પાણી ફરી વળ્યા છે, અને આ પાણી હજુ ઓસર્યા નથી. જેને લઈને પાકમાં કોહવાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, તો બીજી તરફ ફુગજન્ય રોગચાળો પણ માથું ઊંચકતા આ વખતે ચોમાસુ પાક મોટાભાગે નિષ્ફળ જાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
તંત્ર તરફથી ખેડૂતોને વળતરની અપેક્ષા
હાથમતી નદી બે કાંઠે વહેતા નદીના કિનારાના મોટાભાગના ખેતરો પાણીમાં ધોવાઈ ગયા છે, ત્યારે વહીવટી તંત્ર સમક્ષ ખેડૂતો વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. ખેતીવાડી અધિકારીએ આ બાબતે સર્વે શરૂ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.






