મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ: અનેક વિસ્તારોમાં જળબંબાકારથી ટ્રાફિક જામ

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં અ

તસવીર: gstv

દેશની રાજધાની દિલ્હી અને એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ભારે વરસાદ પડ્યો છે, જેનાથી લોકોને ગરમી અને અકળામણમાંથી મોટી રાહત મળી છે. પરંતુ સતત પડેલા મુસળધાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને ફ્લાયઓવર પર મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. આઇટીઓ, મંડી હાઉસ, ધૌલા કુઆં અને લ્યુટિયન્સ દિલ્હી જેવા મહત્વના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનવ્યવહાર અત્યંત ધીમો પડી ગયો હતો અને સવારના સમયે ભારે ટ્રાફિક જામ દ્રશ્યમાન થયો હતો. સ્થાનિક વહીવટીતંત્ર અને ટ્રાફિક પોલીસે લોકોને ડાયવર્ટ કરેલા રસ્તાઓનો ઉપયોગ કરવા અને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા સલાહ આપી છે. ભારતીય હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વધુ વરસાદની આગાહી વ્યક્ત કરીને યલો એલર્ટ જારી કર્યું છે.

આ સમાચાર શેર કરો