VIDEO: ભુવનેશ્વરમાં ભારે વરસાદ: ફાયર બ્રિગેડની ૩૮૦ ટીમો રાહત કામગીરીમાં તૈનાત
ઓડિશાના ભુવનેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત

ઓડિશાના ભુવનેશ્વર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના આઈજીપી ડૉ. ઉમાશંકર દાસે જણાવ્યું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૩૮૦થી વધુ ફાયર અને ઈમરજન્સી ટીમોને તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવાની, રસ્તાઓ સાફ કરવાની અને પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી પંપ વડે પાણી નિકાલ કરવાની કામગીરી યુદ્ધધોરણે ચાલી રહી છે. નાગરિકોની સુરક્ષા માટે ઈમરજન્સી સેવાઓ ૨૪ કલાક સતર્ક રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં રસ્તાઓ ખુલ્લા કરવા અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તંત્ર દ્વારા સઘન રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.




