મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈના બાંદ્રામાં ભારે વરસાદ

આર્થિક રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. મુંબઈના બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટ

તસવીર: gstv

આર્થિક રાજધાની મુંબઈના વિવિધ વિસ્તારોમાં અચાનક હવામાનમાં પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. મુંબઈના બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારોમાંથી સામે આવેલા દ્રશ્યોમાં મુસળધાર વરસાદ પડતો જોઈ શકાય છે. વરસાદના કારણે રેલવે સ્ટેશન પર અવરજવર કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો છે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ આ વરસાદથી મુંબઈગરાઓને ઠંડકનો અહેસાસ થયો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં મુંબઈ અને ઉપનગરોમાં હજુ વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.

આ સમાચાર શેર કરો