મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં

તસવીર: gstv

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં નિર્માણાધીન બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાટમાળ નીચે કોઈ દટાયું છે કે નહીં તે અંગે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને તબીબો પાસેથી સારવાર અંગે વિગતો મેળવી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે.

આ સમાચાર શેર કરો