મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અંકલેશ્વરમાં વરસાદથી હાંસોટ રોડ જળમગ્ન

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાંસોટ રોડ પર કડકિયા વિદ્યાલય સામે વરસાદી પાણી ફરી

તસવીર: gstv

અંકલેશ્વર પંથકમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાંસોટ રોડ પર કડકિયા વિદ્યાલય સામે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. આમળા ખાડીના ડાયવર્ઝન પર પાણી ભરાતા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. જૂના બ્રિજ પરથી નાના વાહનોને પસાર કરવામાં આવ્યા, જ્યારે ફોરવ્હીલ વાહનોને અટકાવી વૈકલ્પિક માર્ગે વાળવામાં આવ્યા હતા. બીજી તરફ બાઈકચાલકો પાણીમાંથી ભારે મુશ્કેલી વચ્ચે પસાર થતા જોવા મળ્યા હતા અને કેટલાક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા હતા.

આ સમાચાર શેર કરો