મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: અમિત શાહ અને સેના પર વિવાદિત નિવેદન આપવું પડ્યું ભારે! TMC સાંસદ મહુઆ મોઇત્રા સામે ધરપકડ વોરંટથી રાજકારણમાં ખળભળાટ!

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરની એક

તસવીર: gstv

પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરની એક સ્થાનિક અદાલતે TMC ના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કથિત હેટ સ્પીચ મામલે ધરપકડ વોરંટ જારી કર્યું છે. વારંવાર સમન્સ પાઠવવા છતાં અદાલતમાં હાજર ન રહેવાના કારણે ન્યાયાધીશે આ કડક આદેશ આપ્યો છે.  

કેસની વિગત અને સરકારી વકીલનું નિવેદન  

આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર (APP) શીર્ષેન્દુ દાસે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 12 જૂનના રોજ સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દેશના યુવાનો અને સૈનિકો વિરુદ્ધ વાંધાજનક નિવેદનો આપ્યા હતા, જેનો મોટી સંખ્યામાં મહિલાઓએ વિરોધ કર્યો હતો. આ મામલે 17 જૂને કૃષ્ણાનગર CJM જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

TMC ના સાંસદ મહુઆ મોઇત્રાને કોર્ટે ત્રણ વખત સમન્સ પાઠવ્યા હોવા છતાં તેઓ હાજર રહ્યા નહોતા. ત્યારબાદ 18 જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તે દિવસે પણ તેઓ ગેરહાજર રહ્યા હતા.19 જૂને કોર્ટે તેમને હાજર રહેવા માટે વધુ એક વિશેષ તક આપી હતી, પરંતુ તેમણે ફરીથી અદાલતમાં હાજર રહેવાનું ટાળ્યું હતું.

કોર્ટના આદેશોનું સતત પાલન ન થતાં, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના થર્ડ કોર્ટ જજ દિવ્યેન્દુ દાસે મહુઆ મોઇત્રા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.  

આ સમાચાર શેર કરો