VIDEO: ગુજરાત યુનિવર્સિટીમાં ગેરરીતિના આક્ષેપ વચ્ચે 10 હંગામી કર્મચારીઓ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની નિમણૂકને લ

ગુજરાત યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓની નિમણૂકને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાર્યકારી કુલપતિના આદેશથી તાત્કાલિક અસરથી ૧૦ હંગામી કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં જીયુસેકના ગ્રુપ સીઈઓ સહિત વિવિધ વિભાગોના મહત્વના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ કર્મચારીઓની લાયકાત અને નિમણૂક પદ્ધતિની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. જ્યાં સુધી આ તપાસ પૂર્ણ નહીં થાય અને સક્ષમ અધિકારી તરફથી કોઈ નવા આદેશ નહીં મળે, ત્યાં સુધી આ તમામ કર્મચારીઓની ફરજમુક્તિનો આદેશ અમલમાં રહેશે. યુનિવર્સિટીના આ કડક પગલાથી સમગ્ર શૈક્ષણિક જગતમાં અને વહીવટી વર્તુળોમાં મોટો ખળભળાટ મચી ગયો છે.




