Video: ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોએ નિહાળી 'બંગાળ ફાઇલ્સ' ફિલ્મ
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને નિવૃત ન્યાયમૂર્તિઓએ તાજેતરમાં રિલીઝ થયેલી 'બંગાળ ફાઇલ્સ
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને નિવૃત ન્યાયમૂર્તિઓએ તાજેતરમાં રિલીઝ થયેલી 'બંગાળ ફાઇલ્સ' ફિલ્મ નિહાળી હતી. હાઇકોર્ટના ન્યાયમૂર્તિ સમીર દવે દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાઇકોર્ટના તમામ ન્યાયમૂર્તિ, નિવૃત્ત ન્યાયમૂર્તિ અને કોર્ટના સ્ટાફને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
આ ફિલ્મ બંગાળમાં થયેલા રમખાણોની સત્ય ઘટના પર આધારિત છે. ફિલ્મમાં એક કલાકાર ન્યાયમૂર્તિની ભૂમિકા પણ ભજવે છે, જે દર્શકોને અભિભૂત કરે છે અને ન્યાયમૂર્તિ કેવા હોવા જોઈએ, તે આ ફિલ્મમાં બતાવાયું છે. આ પ્રસંગે નિવૃત્ત ન્યાયમૂર્તિ બીરેન વૈષ્ણવ, આશુતોષ શાસ્ત્રી સહિત જસ્ટિસ સંદીપ ભટ્ટ, જસ્ટિસ હેમંત પ્રચ્છક અને જસ્ટિસ ભાર્ગવ કારિયા હાજર રહ્યા હતા. ન્યાયમૂર્તિની સાથે તેમના પરિવાર અને સ્ટાફના સભ્યો પણ સાથે મળીને આ ફિલ્મ નિહાળી હતી.




