VIDEO: વિદ્યાર્થીઓના આંદોલન સામે સરકારે નમતું જોખ્યું, કઈ શરતો માની તે જાહેર કરે: અખિલેશ યાદવ
સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે

સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવે વિદ્યાર્થી આંદોલન સમેટાવા અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે દેશવ્યાપી આંદોલન સામે સરકારે આખરે નમતું જોખવું પડ્યું છે, પરંતુ સરકારે કઈ માંગણીઓ સ્વીકારી છે તે દેશ સમક્ષ સ્પષ્ટ કરવું જોઈએ.
દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, "આટલું મોટું વિદ્યાર્થી આંદોલન કાં તો સરકારના પ્રયાસોથી સમાપ્ત થયું છે અથવા તો સરકારે વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી લીધી છે. સરકારે આંદોલન સામે ઝુકવું પડ્યું છે, તેથી તેણે જાહેર કરવું જોઈએ કે કયા ચોક્કસ મુદ્દાઓ અને શરતો પર તેણે સહમતિ દર્શાવી છે."
વિદ્યાર્થીઓ સામે થઈ રહેલી પોલીસ કાર્યવાહી અંગે આક્રોશ વ્યક્ત કરતા એસપી પ્રમુખે આગળ ઉમેર્યું કે, "એક તરફ સરકારે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે કોઈ કેસ નોંધવામાં નહીં આવે, છતાં પણ સતત નવા કેસો દાખલ કરવામાં આવી રહ્યા છે. બિહારમાં તો ઘણા વિદ્યાર્થીઓને જેલમાં પણ ધકેલી દેવામાં આવ્યા છે..."
અખિલેશ યાદવે માંગ કરી છે કે સરકાર વિદ્યાર્થીઓ સામે દાખલ કરવામાં આવેલા તમામ કેસો તાત્કાલિક પાછા ખેંચે અને જેલમાં બંધ વિદ્યાર્થીઓને મુક્ત કરે.






