VIDEO: અતિવૃષ્ટિ પીડિત વિદ્યાર્થીઓને સરકારની મોટી રાહત
અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મોટી રાહ

અતિવૃષ્ટિના કારણે નુકસાન પામેલા વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. પાણીમાં પલળી ગયેલા અથવા નુકસાન પામેલા પુસ્તકોને તાત્કાલિક બદલવા માટે DEO અને DPEOને નુકસાનની વિગતો મોકલવા સૂચના અપાઈ છે. માંગણી મળતાની સાથે જ પ્રભાવિત શાળાઓ સુધી નવા પુસ્તકો પહોંચાડવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. ગરીબ અને સામાન્ય પરિવારોના બાળકોનું શિક્ષણ અટકી ન જાય તે માટે વિદ્યાર્થીઓને પોતાની શાળાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.



