VIDEO: અતિવૃષ્ટિ અંગે ખોટી અફવાઓથી બચો: વલસાડ વહીવટીતંત્ર
અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ જનતાને વિશેષ અપીલ કરી છે. વહીવટી

અતિવૃષ્ટિની સ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ જનતાને વિશેષ અપીલ કરી છે. વહીવટીતંત્ર તરફથી જણાવવામાં આવ્યું કે અતિવૃષ્ટિ અંગે ફેલાતી ખોટી અફવાઓથી સંપૂર્ણપણે બચવું જોઈએ. માત્ર અધિકૃત સરકારી અને સમાચાર સ્ત્રોત પર જ વિશ્વાસ રાખવો અને ચકાસ્યા વિના કોઈપણ મેસેજ ફોરવર્ડ ન કરવો. અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા તંત્રે વિનંતી કરી છે. સરકારી તંત્ર દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું કડકાઈથી પાલન કરવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.


