મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બીલીમોરામાં કાવેરી નદીમાં ઘોડાપૂર: ૨૫ લોકોનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બીલીમોરા નજીકથી પસાર થતી કાવેરી નદીનું જળસ્ત

તસવીર: gstv

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે બીલીમોરા નજીકથી પસાર થતી કાવેરી નદીનું જળસ્તર ૨૦ ફૂટને વટાવી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી બીલીમોરા નગરપાલિકા દ્વારા ૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થિતિની ગંભીરતા જોતાં તૈનાત SDRFની ટીમને તાત્કાલિક બીલીમોરા ખાતે ડિપ્લોય કરી બચાવ કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો