VIDEO: હાટકેશ્વરમાં ખોદકામ કરતી વખતે ગેસની પાઈપલાઈન તૂટી, બે મહિનામાં ત્રીજી ઘટનાથી રહીશોમાં રોષ
અમદાવાદના હાટકેશ્વર-CTM માર્ગ પર સર્વિસ રોડના કામ દરમિયાન ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી છે. JCB વડે ખોદકા
અમદાવાદના હાટકેશ્વર-CTM માર્ગ પર સર્વિસ રોડના કામ દરમિયાન ફરી એક વાર મોટી દુર્ઘટના ટળી છે. JCB વડે ખોદકામ કરતી વખતે PNG ગેસની મુખ્ય પાઈપલાઈન તૂટતા ગેસ હવામાં ફેલાયો હતો.
છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત પાઈપલાઈન તૂટવાની ઘટના બની છે. સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ દ્વારા આસપાસની દુકાનો બંધ કરાવાઈ હતી અને અદાણી ગેસના કર્મચારીઓએ સમારકામ હાથ ધર્યું હતું. ગેસ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.


