VIDEO: મુંબઈમાં લાલબાગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાની આગમન યાત્રા
મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા

મુંબઈના લાલબાગ વિસ્તારમાં ગણપતિ બાપ્પાની મૂર્તિના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાપ્પાની મૂર્તિના આગમન સાથે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો. ગણપતિ ભક્તોએ ઢોલ-નગારા અને જયઘોષ સાથે બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. લાલબાગમાં ગણેશોત્સવની તૈયારીઓ વચ્ચે આગમનના દૃશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન માટે ઉમટ્યા હતા.




