મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વધતા જળસ્તરને કારણે કાશી વિશ્વનાથ મંદિરનો ગંગા દ્વાર બંધ કરાયો

વારાણસીમાં ગંગા નદીના વધતા જતા જળસ્તર અને ઉછળતા મોજાઓને કારણે સુરક્ષાના ભાગરૂપે ક

તસવીર: gstv

વારાણસીમાં ગંગા નદીના વધતા જતા જળસ્તર અને ઉછળતા મોજાઓને કારણે સુરક્ષાના ભાગરૂપે કાશી વિશ્વનાથ ધામના ગંગા દ્વારને શ્રદ્ધાળુઓ માટે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો છે. પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને વિવિધ ડેમોમાંથી પાણી છોડાવાના કારણે ગંગા નદી ભયજનક સપાટી તરફ ઝડપથી આગળ વધી રહી છે, જેના લીધે ઘાટ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે અને દશાશ્વમેધ ઘાટ પર થતી વિશ્વપ્રસિદ્ધ ગંગા આરતી પણ ઘાટના ઉપરના ભાગે ખસેડવાની ફરજ પડી છે. વારાણસીના તમામ પ્રખ્યાત ૮૪ ઘાટોનો એકબીજા સાથેનો સંપર્ક તૂટી ગયો છે અને ઘાટ કિનારે બોટ સંચાલન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને શ્રદ્ધાળુઓને ઘાટ તરફ ન જવાની સલાહ સાથે સુરક્ષા કર્મચારીઓને સતર્ક રાખવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો