મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: AMCના નામે મકાન આપવાના બહાને ઠગાઈ

અમદાવાદમાં કોર્પોરેશનના નામે મકાન આપવાની લાલચ આપી ઠગાઈ કરવાના આરોપમાં વાસણા પોલીસે મહેબુબહુસેન ઉર્

તસવીર: gstv

અમદાવાદમાં કોર્પોરેશનના નામે મકાન આપવાની લાલચ આપી ઠગાઈ કરવાના આરોપમાં વાસણા પોલીસે મહેબુબહુસેન ઉર્ફે બાબુભાઈ અસગરહુસેન શેખની ધરપકડ કરી છે. આરોપીએ AMC અને AUDAના નામે ખોટા દસ્તાવેજો બનાવી ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી કુલ 7.18 લાખ રૂપિયા મેળવ્યાનો આરોપ છે. પોલીસ દ્વારા આરોપીને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન AMCની ફાઇલો, પઝેશન લેટર, AUDAના લેટરપેડ અને SBIની સ્લિપ સહિતના દસ્તાવેજો અંગે તપાસ કરવામાં આવશે. ઓનલાઈન પેમેન્ટની ટેકનિકલ તપાસ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરાશે. આરોપી સામે કાગડાપીઠ, વાડજ, શાહીબાગ અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સાત ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો