Botad: ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટના નામે છેતરપિંડી, રુ.40 લાખની કરી ઉચાપત
બોટાદની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં ડિપોઝિટ કરેલા લાખો રૂપિયાની રકમ પાકતી મુદતના આઠ મહિન
બોટાદની ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં ડિપોઝિટ કરેલા લાખો રૂપિયાની રકમ પાકતી મુદતના આઠ મહિના વિતવા છતાં રકમ પરત નહિ મળતા સામાન્ય પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જિલ્લા રજીસ્ટ્રારે નોટિસ ફટકારી પણ ડિપોઝિટરોને નાણાં પરત નહી મળતા નાણા ઉચાપત થયાની શક્યતા સામે આવી છે, જેને લઈને જિલ્લા રજીસ્ટારે આવી સોસાયટીમાં નાણાં ન રોકવા અપીલ કરી છે.
બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સવજીભાઈ, પરમાર સવજીભાઈ સુખાભાઈ અને કણઝરીયા કૈલાશબેન સવજીભાઈ આ ત્રણ નામોથી 40 લાખ રૂપિયાની રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. પાકતી મુદ્દતે એફડીની ઓરીજનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં જમા કરાવી હતી. ત્યાર પછી સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા હતા. જે બેંકમાંથી પાસ્ટ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ વારંવાર સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા ખોટા વાયદા કરી નાણા આપી દેવામાં આવશે તેવું જણાવી 8 મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો ભોગ બનનાર દ્વારા બોટાદ જિલ્લા રજીસ્ટ્રારને પણ અરજી કરી રજૂઆત કરી જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા પણ સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારોને એક મહિનામાં રકમ પરત આપવા જણાવ્યું હતું પરંતુ તે સમય પણ પસાર થઈ ગયો તેમ છતાં ભોગ બનનાર સભાસદોને તેઓની ડિપોઝિટ ની રકમ પરત નહીં મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે
બોટાદ જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા અરજદારની અરજી અન્વયે સૌરાષ્ટ્ર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના તમામ હોદ્દેદારોને બોલાવી તપાસ કરવામાં આવી હતી. સોસાયટીના ચેરમેન સહિતના હોદ્દેદારોને આ નાણાંની લેવડદેવડ અંગે જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું સંપૂર્ણ જવાબદાર મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા છે તેવું જણાવ્યું હતું. આ સોસાયટીને એક મહિનામાં અરજદારોની રકમ પરત આપવા નોટિસ કરી હતી જે મુદત પૂરી થવા છતાં પૈસા પરત નહીં મળતા જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા આવી છેતરપિંડી ઉચાપત કરતી ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં રોકાણ નહીં કરવા લોકોને અપીલ કરી હતી.




