VIDEO: હૈદરાબાદમાં ગેરકાયદે ડિજિટલ માર્કેટિંગ કૌભાંડમાં 'ફોરેવર લિવિંગ'ના કન્ટ્રી સેલ્સ મેનેજરની ધરપકડ
હૈદરાબાદની મીરચૌક પોલીસે ગેરકાયદેસર ડિજિટલ માર્કેટિંગ સ્કીમમા
હૈદરાબાદની મીરચૌક પોલીસે ગેરકાયદેસર ડિજિટલ માર્કેટિંગ સ્કીમમાં સંડોવણી બદલ ફોરેવર લિવિંગ ઈમ્પોર્ટ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના કન્ટ્રી સેલ્સ મેનેજર હરીશ કુમાર સિંગલાની ધરપકડ કરી હતી .આરોપ છે કે આ કંપની મલ્ટી-લેવલ માર્કેટિંગ દ્વારા રોકાણકારોને છેતરીને છેતરપિંડી આચરતી હતી.પોલીસ તપાસ મુજબ, કંપની પિરામિડ સ્કીમ ચલાવીને નિર્દોષ લોકો પાસેથી નાણાં ઉઘરાવતી હતી, જે કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આ કૌભાંડમાં અન્ય મુખ્ય અધિકારીઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. હરીશ સિંગલાની ધરપકડ બાદ પોલીસે સત્તાવાર નિવેદન બહાર પાડીને લોકોને આવી શંકાસ્પદ રોકાણ યોજનાઓથી સાવધાન રહેવા અપીલ કરી હતી .હાલમાં આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


