VIDEO: વનકર્મી હુમલા કેસ: MLA ચૈતર વસાવાએ સજા સામે હાઈકોર્ટમાં કરી અરજી
નર્મદામાં વનકર્મી હુમલા કેસમાં દોષિત આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સજા સામે હા

નર્મદામાં વનકર્મી હુમલા કેસમાં દોષિત આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સજા સામે હાઈકોર્ટમાં અરજી કરી છે...નર્મદા જિલ્લાના ડેડિયાપાડા કોર્ટે વનકર્મી પર હુમલો અને ખંડણીના કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પીએ સહિત કુલ 9 લોકોને સાત વર્ષની સજા ફટકારી છે, જેને લઈને નીચલી કોર્ટે કરેલી આ સજા પર સ્ટે મૂકવા અને હુકમ રદ કરવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ આ જ કેસમાં કોર્ટે ચૈતર વસાવાના પત્ની સહિતના અન્ય દોષિતોને જામીન મંજૂર કર્યા હતા, ત્યારે હવે હાઈકોર્ટના આગામી આદેશ પર સૌની નજર ટકેલી છે.



